Swami Tejanand Jivan Darshan
સ્વામીશ્રી તેજાનંદનું જીવનદર્શન
જન્મ (જીવન કાળ) :
મહર્ષિ સ્વામીશ્રી તેજાનંદ અલખ ના આરાધક અને ગતાગંગા પછાત જાતિ ગરો (ગુરૂ) બ્રાહ્મણ સમાજ ના સિદ્ધ સંત પુરૂષ થઇ ગયા.સ્વામીશ્રી તેજાનંદનો જન્મ વિક્રમ સવંત -૧૪૦૭ ના કારતક સુદ -૨ (ભાઈબીજ), રવિવાર ના રોજ ગુજરાત ના ખારાપાટ પરગણાના અને હાલમાં સમી તાલીકાના “પાડલા” ગામે ગર્ગાચાર્ય ગોત્રમા થયો હતો. પૂજ્ય સ્વામીજીના પિતાશ્રીનું નામ શ્રી રામદાસ અને માતૃશ્રીનું નામ લક્ષ્મીબાઈ હતું.યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કાર્ય પછી ઉમરલાયક થતાં તેમનું લગ્ન સુરેન્દ્રનગર જીલ્લાના થાન ગામના ભક્ત શ્રી નારાયણદાસ ની દીકરી રૂડીબાઈ સાથે થયું હતું.અને ચરણદાસ નામે તેમને ત્યાં એક પુત્ર રત્નનો જન્મ થયો હતો.
તપસ્યર્યા અને તપસિદ્ધિ :
નાનપણ થી જ પ્રભુભક્તિમાં તલ્લીન પૂજ્ય સ્વામીશ્રીએ યુવાન વયે સંસારની માયા ત્યજી ઝીંઝુવાડા (તા-દસાડા, જી-સુરેન્દ્રનગર)ગામથી કચ્છના નાના રણમાં અંદાજે ૪ કિલોમીટર દુર ઝીલાનંદ કુંડની સામે આવેલ ટેકરી ઉપર આશ્રમ બનાવી સ્વામીજી ત્યાં રહેવા લાગ્યા.સ્વામીજીએ તપના પ્રભાવ થી હિસંક પ્રાણીઓને વશ કરી શિષ્ય બનાવી આશ્રમમાં સાથે રાખ્યા હતા અને તેથી નાગ-વાઘ –પોથી વગેરે પોતાનો જન્મજાત સ્વભાવ ભુલી જઈ સ્વામીજીના આશ્રમમાં વાસ કરતા હતા.અને તેથી જ તે અંગે કહેવાયું છે કે ,
“ડુંગર ઉપર દેરડી, સામે ઝીલાણાનંદ
નાગ, વાધ, પોથી શિષ્ય કર્યા, ધન્ય ધન્ય સ્વામી તેજાનંદ.”
તપોસિધ્ધિથી સન્માર્ગે વાળવા સુધી :
આંબોજી અને છઠાજી બંને દરબાર હતા.પરતું લુટારા બની પ્રાણીઓનો શિકાર કરતા હતા.એક વખતે તેઓએ મુર્ગલા (હરણ) નો શિકાર કરી મારેલ મૃગ ને સ્વામીજી જ્યાં તપ કરતા હતા ત્યાં તે આશ્રમમાં લાવીને મુક્યા. તપ સિદ્ધિના પ્રતાપથી સ્વામીશ્રી તેજાનંદે જળની અંજલી મૃત મૃગલા પર છાંટતા મારેલ મૃગ સજીવન થઇ ત્યાંથી ચાલવા મળ્યું હતું.આ ચમત્કાર જોઈ બંને લુટારા સ્વામીજીના ચરણમાં નામી પડ્યા અને શિષ્ય બની બોધપાઠ મેળવી સત્કર્મ કર્યા.આમ,બંનેને સદમાર્ગે વળ્યા હતા. મૃત મૃગલાને સજીવન કર્યાની વાત ચારેબાજુ પ્રસરતાં સ્વામીજીની કીર્તિનો ચોમેર પ્રભાવ અને ફેલાવો થયો.બધી જ જ્ઞાતિના લોકો તેમના શિષ્ય બનવા લાગ્યા.તે સમયના ઝીંઝુવાડાના રાજવી શ્રી જસવંતસિહ પણ સ્વામીજીના દર્શન કરી ભાવવિભોર બન્યાનો પ્રસંગ છે. હાલમાં સુરેન્દ્રનગર જીલ્લાના દૂધરેજ ગામમાં આંબા છઠ્ઠા ની જગ્યા છે.
ગરો (ગુરૂ) બ્રાહ્મણ ને તર્પણ ક્રિયા કરાવવાના હક્કોનું અર્પણ :
પૂજ્ય સ્વામીજી શ્રી તેજાનંદના માતૃશ્રીનું અવસાન થતાં તેમની ઉત્તર ક્રિયા તર્પણવિધિ કરવા સારું સ્વામીજી સિધ્ધપુરમાં સરસ્વતીના કિનારે ગયા હતા.તે સમયે સિધ્ધપુરમા સરસ્વતી નદીના કિનારે મધુ પાવડીના સ્થળે હરીજન (દલિત) ગરો (ગુરૂ)બ્રાહ્મણ સમાજને તર્પણ ક્રિયા કરાવવાનો કે અધિકાર નહોતો,તેથી સ્વામીજી તેમના માતૃશ્રીની શ્રાદ્ધ ક્રિયા એટલે કે તર્પણ વિધી કરતાં સવર્ણ બ્રાહ્મણોએ રોક્યા અને તમને તર્પણવિધી કરવાનો અધિકાર નથી તેમ કહી સવર્ણ બ્રાહ્મણોએ સ્વામીજીની જનોઈ તોડી નાખી તેમના પર હુમલો કર્યો.
તેથી સ્વામીજીએ સવર્ણ બ્રાહ્મણોને બોધપાઠ આપી પોતાના તપ પ્રભાવથી પોતાની છાતીમાંથી સોનાના તારથી વણેલી ત્રણ તારની જનોઈ બતાવી.આ ચમત્કારથી બધા જ સવર્ણ બ્રાહ્મણોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.આ ચમત્કાર જોઈ બધાજ સવર્ણ બ્રાહ્મણો સ્વામીજીને નામી પડ્યા. તે સમયે પૂજ્ય સ્વામીજીએ સરસ્વતીને કિનારે મધુ પાવડી સ્થળે ગરો (ગુરૂ)બ્રાહ્મણ સમાજ ને તર્પણ વિધીના અધિકાર અપાવ્યા.તેમજ સિધ્ધપુરના ઔદિચ્ય બ્રાહ્મણો સાથે શાસ્ત્રાર્થ કરવાનો પડકાર જીલી લીધો અને નિર્ણાયકશ્રી માધવાનંદના સાનિધ્યમાં ઉચ્ચ કક્ષાનો શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યો અને તે સાથે જ ગરો (ગુરૂ)બ્રાહ્મણ સમાજને સરસ્વતી નદીને કિનારે તર્પણ વિધી કરવાનો અધિકાર મળ્યો.સિદ્ધપુરમાં તર્પણ ગોરની ગાડી પણ સ્થાપી.આ ઉચ્ચ પરંપરા આજે પણ ચાલુ છે.
મા સરસ્વતીનું ગૌરીકુંડમાં પ્રાગટ્ય :
પૂજ્ય સ્વામીશ્રી તેજાનંદને "મંત્ર દીક્ષા" શ્રી રામાનંદ સ્વામીએ આપી હતી, તેઓ વૈષ્ણવ સંપ્રદાયના હતા. સ્વામી તેજાનંદે ઝીંઝુવાડાના તેમના આશ્રમમાં આશરે ૬૦૦ વર્ષ પહેલા સૌ પ્રથમ એકસો આઠ કુંડી ગાયત્રી યજ્ઞનું, પૂજ્ય રામાનંદ સ્વામીના સાનિધ્યમાં છેક હરિદ્વારથી પ્રખર કર્મકાંડી પંડિતો બોલાવીને આયોજન કર્યું હતું. હરિદ્વારથી આવનાર પંડિતો યજ્ઞ વિધી માટે ગંગા અને જમુના નદીનું જળ પોતાની સાથે લાવ્યા હતા.ગાયત્રી યજ્ઞ માટે ગંગા,જમુના અને સરસ્વતી ત્રણેય નદીઓ ના જળની જરૂરિયાત હતી. સરસ્વતી નદી કચ્છના નાના રણમાં સમાઈ જતી હોઈ,સરસ્વતી નદીમાં પાણી હતું નહી તેથી સ્વામીશ્રી તેજાનંદે તપસિદ્ધિના બળે માં સરસ્વતીનું આહવાન કર્યું અને ઝીલાણાનંદ પાસે ગૌરીકુંડમાં મા સરસ્વતી ખળખળ અવાજ સાથે પ્રગટ થયાં અને ગાયત્રી યજ્ઞ માટે મા સરસ્વતીનું જળ મેળવ્યું અને ગાયત્રી યજ્ઞનું કાર્ય ધાર્મિક વિધી મુજબ સંપન્ન થયું હતું.
સ્વામીજીમાંથી મહર્ષિમાં નવાજીત થયા :
૧૦૮ કુંડી ગાયત્રી યજ્ઞ પરમ પૂજ્ય રામાનંદ સ્વામીની હાજરીમાં કર્યો ત્યારે તેજાનંદ સ્વામીએ મા સરસ્વતીનું આહવાનકરી ગૌરીકુંડમાં સરસ્વતી નદીના જળનું પ્રાગટય કરાવ્યું, તેથી પૂજ્ય શ્રી રામાનંદ સ્વામીએ તેજાનંદને મહર્ષિથી સંબોધ્યા અને નવાજ્યા. ત્યારથી સ્વામીશ્રી "મહર્ષિ શ્રી તેજાનંદ સ્વામી "કહેવાયા.
કાશીમાં શાસ્ત્રાર્થ કરી ગંગા નદી મા સ્નાના કરવાનો અધિકાર મેળવ્યો :
મહર્ષિ શ્રી તેજાનંદ સ્વામી સ્વામી કાશી ગયા હતા અને કાશીમાં ગંગા નદીના કિનારે આવેલ સોરમ ઘાટ ઉપર ઔદિચ્ય બ્રાહ્મણો સાથે શાસ્ત્રાર્થ કરી પછાત જાતિના લોકેને ગંગા નદીમાં સ્નાન કરવાનો અધિકાર અપાવ્યો અને ત્યાં એક ધર્મશાળા બંધાવી.સોરમ ઘાટ પર સ્વામીજીએ ગંગામૈયાનું આહવાન કર્યું.જેથી ગંગા નદીમાંથી જળની છોળો બહાર ઉછાળીને આવી અને સ્વામીજીએ ગંગા સ્નાન કર્યુઁ આ સમયે સ્વામીજીએ સોરમ ઘટના બ્રાહ્મણોને ઉપદેશ આપીને કહ્યું કે,
“તેજા તામસ છોડ કે ,અંગ કા મેલ ઉખાળ
વણ પાણી વન સાબુ એ પાંચેય અંગ પખાળ.”
દલિત ગરો (ગુરૂ)બ્રાહ્મણોને સંસ્કૃતનું જ્ઞાન આપવાનું કાર્ય :
વૈષ્ણવ સ્વામીશ્રી રમાંનાદ ઝીંઝુવાડા ગમે સ્વામીશ્રી તેજાનંદના આશ્રમે પધાર્યા ત્યારે તેમની સાથે એક બ્રાહ્મણ શિષ્ય શ્રી કમલાપતિ પણ આવ્યા હતા.કમલાપતિ તેજાનંદ સ્વામીની તપ સિધ્ધીથી પ્રભાવિત થઇ આકર્ષાઈને હંમેશ માટે ઝીંઝુવાડા આશ્રમે રોકાઈ ગયા અને એક સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી.દલિત ગરવા (ગરો) ગુરૂ બ્રાહ્મણોના બાળકોને સંસ્કૃત ભાષામાં ધાર્મિક કર્મકાંડ કરવાનું જ્ઞાન આપવાનું તેઓશ્રીએ શરૂ કર્યું હતું.
મહર્ષિ શ્રી તેજાનંદ સ્વામી માં સાક્ષાત શિવદર્શન :
દેવોના દેવ એવા મહાદેવના ગાળામાં સર્પ અને પાસે નંદી રહેતા હતા.તેવીજ રીતે સ્વામીશ્રી તેજાનંદની પાસે પોઠી અને સાપ શિષ્ય બનીને રહેતા હતા.જેથી એવી પ્રતીતિ થાય છે કે,મહર્ષિ સ્વામીશ્રી તેજાનંદમા શિવ સ્વરૂપ દર્શન થતા હોય !
મહર્ષિ શ્રી તેજાનંદ સ્વામીનો મહાનિર્વાણ દિન :
મહર્ષિ સ્વામી શ્રી તેજાનંદ ૧૦૯ (એકસો નવ )વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી વિક્રમ સવંત ૧૫૧૬ ના ભાદરવા વદ (ચૌદશ) ને ગુરુવાર ના રોજ બ્રહ્મલીન થયા હતા. સમસ્ત ગુરૂ (ગરો) બ્રાહ્મણ સમાજના સંત અને જનોઈ ગુરૂ મહર્ષિ સ્વામીશ્રી તેજાનંદને મારા કોટિ-કોટિ પ્રણામ.હાલમાં દર વર્ષે આ દિવસે સ્વામીજીની પુણ્યતિથી ગુજરાતમાં ગરો બ્રાહ્મણ સમાજ ઠેર ઠેર ઉજવે છે અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
સ્વામીશ્રી નો વારસો અને હાલનું ઝીલાણંદ ધામ :
સ્વામીશ્રીની ઝીંઝુવાડાની ગાદીએ અત્યારે પૂજ્યશ્રી દયારામ બાપુ બિરાજમાન છે. તેઓશ્રી ગુરૂ (ગરો બ્રાહ્મણ સમાજમાં સંસ્કાર અને ધર્મજ્ઞાનનો બોધ આપવાનું કાર્ય કરી રહ્યા છે. આ સ્થળે મહર્ષિ તેજાનંદ સ્વામીની તપોભૂમિમાં તેજેશ્વર મહાદેવનું શિવાલય અને મહર્ષિ સ્વામી તેજાનંદ મંદિરનું નિર્માણકાર્ય મહર્ષિ સ્વામીશ્રી તેજાનંદ સેવા ટ્રસ્ટ-ગુજરાત દ્વ્રારા પૂર્ણ કરી તેની પ્રાણ પ્રતિષ્ઠા પણ ફેબ્રુઆરી ૨૦૧૨ માં સંપન્ન કરવામાં આવેલ છે.
આ સ્થળને ગુજરાત સરકારે અન્ય ધાર્મિક સ્થળોની જેમ હેરીટેજમાં સમાવિષ્ટ કરેલ છે અને સરકારશ્રીના પ્રવાસન ખાતા તરફથી મોટું પ્રવેશદ્વાર,કમ્પાઉન્ડવોલ ,મોટો બેઠક હોલ,૨ ઓરડા,પાણીની સુવિધા માટે બોરવેલ,ટાંકી,શૌચાલય અને સુંદર ફૂલછોડ નો મોટો બગીચો વગેરેનું કાર્ય ગુજરાત સરકારશ્રીના યોગદાન થી થયેલ છે.જેથી હાલમાં ઝીલાણંદ ધામ ખરા અર્થમાં પ્રવાસનધામ અને ધાર્મિક યાત્રાધામ તરીકે વિકસી રહ્યું છે

Jay ho Swami tejanand
ReplyDeleteJay tejanand swami
ReplyDelete🙏🏻 જય હો સ્વામી તેજા નંદ તમારી 🙏🏻
ReplyDeleteJay ho swami tejanand
ReplyDeleteगुरु ब्राह्मण हरिजन या दलित नहीं है !
ReplyDeleteसिर्फ गुजरात राज्य और राजस्थान के कुच्छ ज़िल्ले मे sc मे है तो इसका मतलब यह नहीं हुवा की गुरु, गरो,जिनको अलग अलग प्रदेश मे गर्ग, गुरु, गरवा, नामसे जाना जाता है वे दलित है... इतिहासकारो को पूरा अध्ययन करना जरुरी है इसले लिए गुजरात के इस समाज के विद्वानों को आगे आना जरुरी है आप को निर्णय सिंधु, धर्मसिंधु, ब्राह्मतप्तिमार्तण्ड जैसे ब्राह्मण इतिहास के ग्रंथ का अध्ययन करना चाहिए जहाँ गुरु ब्राह्मणों को ब्राह्मण ही बताया गया है...
Bhai hme apke brahman granth nhi padhne he apka gyan apko mubarak tejanand swami dalit gor brahman the
DeleteBhai hum dalit nahi hein ye bilkul sahi baat hein mein nahi manta iss history ko kya khudse likhi hoon
ReplyDeleteMein garv se kahunga
Jay gargacharya 🙏🏻🚩
Jay Parshuram 🙏🏻🚩
😡😡
Accha to ye batao ki brahmin shudra kese hua ?
ReplyDeleteGarga charya ji ki history sachi hein
Ye swami tejanad ka itihaas reveration lene ke likha gya hein
Mein ved bhi padhunga aur sashtra bhi tumhe chahiye reveration tum log loon 😡🚩🙏🏻